Monday, October 28, 2013

જનરલ નોલેજ ક્વિઝ કોર્નર ભાગ - ૧ અને ૨ ભાગ - ૧ (૨૭૪ પેજ) ભાગ - ૨ (૩૦૬ પેજ)- વિનામૂલ્યે આ ઈ-બુક ડાઉનલોડ

શું તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છો ? આપના મિત્રો આવી પરીક્ષા આપી રહ્યા છે ? તો આપ સૌના માટે હાજર છે જનરલ નોલેજ માટે
જનરલ નોલેજ ક્વિઝ કોર્નર ભાગ - ૧ અને ૨
ભાગ - ૧ (૨૭૪ પેજ)
ભાગ - ૨ (૩૦૬ પેજ) તમને આ ઈ-બુક જરૂર ગમશે
આપ વિનામૂલ્યે આ ઈ-બુક ડાઉનલોડ કરી શકો છો

http://primary.edusafar.com/2013/10/general-knowledge-quiz-corner-gujarati_28.html

Friday, October 25, 2013

રજપૂતાણી (નવલિકા) – ધૂમકેતુ



બનાવીને અચળ ઊભી છે, ઝવેરચંદ મેઘાણીની 'જી'બા' હોય,

રામનારાયણ વિ. પાઠકની 'જક્ષણી' હોય કે ધૂમકેતુની 'પોસ્ટઑફીસ' આ

બધી નવલિકાઓ એક આગવું ભાવનાવિશ્વ રચે છે, વાચકને એ ક્યાંક

પોતાની સાથે એક અતૂટ ધાગે બાંધે છે. ધૂમકેતુની પ્રસ્તુત વાર્તા

'રજપૂતાણી' આવી જ એક અનોખી નવલિકા છે. ફક્ત ત્રણ પાત્રો -

રજપૂત, રજપૂતાણી અને ચારણ, એક અસહજ વાર્તા તંતુ જેમાં રજપૂત

પોતાની પત્નીને મળવા જતાં માર્ગમાં મૃત્યુ પામે છે અને અવગતે જાય

છે અને એથીય નિરાળો અંત... ઝવેરચંદ મેઘાણીની છાપ ધરાવતી આ

એક અનોખી વાર્તા છે, પણ શું આ પ્રેતવાર્તા છે? શું આ લૌકિક-

લોકવાર્તાના સ્વરૂપની આછેરી ઝલક છે? શું આ વાયકાનું વાર્તાસ્વરૂપ

છે? ના, પણ ક્યાંક એ ત્રણેયનો સમરસ સ્વાદ છે. ધૂમકેતુની કલમ અહીં

પોતાનો રુઆબ અનોખી રીતે પ્રસરાવે છે અને વાર્તાને તેના તત્વ સાથે

સાંકળી રાખે છે. રજપૂતાણીના સ્વભાવનો, ચારણની નિર્ભિકતાનો અને

રજપૂતના પ્રેમનો એ અનોખો પૂરાવો છે, અને એ જ કારણે એ

માણવાલાયક આસ્વાદ્ય કૃતિ છે.

Sunday, October 13, 2013

ગુજરાતી ભાષાસૌંદર્ય (ઈ-પુસ્તક) ડાઉનલોડ કરો

સમાવિષ્ટ મુદ્દા :
(૧) ગુજરાતી ભાષા
અ - ભાષા અને વાણી
બ - ભાષા અને બોલી 
(૨) ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો
અ - ગુજરાતીમાં જોડણી વ્યવસ્થા
બ – જોડણી અંગે વિશેષ
(૩) અનુસ્વાર
(૪) શબ્દ ઘડતર
(૫) ગુજરાતી સમાસ રચનાઓ
અ - દ્વિરુક્ત પ્રયોગો
(૬) સંધિ
(૭) ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ
અ – સ્વીકૃત શબ્દો
બ – સમાનાર્થી શબ્દો
ક – અનેકાર્થી શબ્દો
ડ – વિવિધાર્થી શબ્દો
ઈ – શબ્દ સમૂહ માટે એક શબ્દ
(૮) વિરામચિહ્નો
(૯) વાક્યરચનામાં પદક્રમ
(૧૦) ગુજરાતી વાક્યરચનામાં પદસંવાદ
(૧૧) ઘટકો ભેગાં – જુદાં લખવા અંગે
(૧૨) કહેવતો
(૧૩) રૂઢિપ્રયોગો
http://www.edusafar.com/2013/10/gujarati-bhasha-saundary-e-gujarati.html