Monday, October 28, 2013

જનરલ નોલેજ ક્વિઝ કોર્નર ભાગ - ૧ અને ૨ ભાગ - ૧ (૨૭૪ પેજ) ભાગ - ૨ (૩૦૬ પેજ)- વિનામૂલ્યે આ ઈ-બુક ડાઉનલોડ

શું તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છો ? આપના મિત્રો આવી પરીક્ષા આપી રહ્યા છે ? તો આપ સૌના માટે હાજર છે જનરલ નોલેજ માટે
જનરલ નોલેજ ક્વિઝ કોર્નર ભાગ - ૧ અને ૨
ભાગ - ૧ (૨૭૪ પેજ)
ભાગ - ૨ (૩૦૬ પેજ) તમને આ ઈ-બુક જરૂર ગમશે
આપ વિનામૂલ્યે આ ઈ-બુક ડાઉનલોડ કરી શકો છો

http://primary.edusafar.com/2013/10/general-knowledge-quiz-corner-gujarati_28.html

Friday, October 25, 2013

રજપૂતાણી (નવલિકા) – ધૂમકેતુ



બનાવીને અચળ ઊભી છે, ઝવેરચંદ મેઘાણીની 'જી'બા' હોય,

રામનારાયણ વિ. પાઠકની 'જક્ષણી' હોય કે ધૂમકેતુની 'પોસ્ટઑફીસ' આ

બધી નવલિકાઓ એક આગવું ભાવનાવિશ્વ રચે છે, વાચકને એ ક્યાંક

પોતાની સાથે એક અતૂટ ધાગે બાંધે છે. ધૂમકેતુની પ્રસ્તુત વાર્તા

'રજપૂતાણી' આવી જ એક અનોખી નવલિકા છે. ફક્ત ત્રણ પાત્રો -

રજપૂત, રજપૂતાણી અને ચારણ, એક અસહજ વાર્તા તંતુ જેમાં રજપૂત

પોતાની પત્નીને મળવા જતાં માર્ગમાં મૃત્યુ પામે છે અને અવગતે જાય

છે અને એથીય નિરાળો અંત... ઝવેરચંદ મેઘાણીની છાપ ધરાવતી આ

એક અનોખી વાર્તા છે, પણ શું આ પ્રેતવાર્તા છે? શું આ લૌકિક-

લોકવાર્તાના સ્વરૂપની આછેરી ઝલક છે? શું આ વાયકાનું વાર્તાસ્વરૂપ

છે? ના, પણ ક્યાંક એ ત્રણેયનો સમરસ સ્વાદ છે. ધૂમકેતુની કલમ અહીં

પોતાનો રુઆબ અનોખી રીતે પ્રસરાવે છે અને વાર્તાને તેના તત્વ સાથે

સાંકળી રાખે છે. રજપૂતાણીના સ્વભાવનો, ચારણની નિર્ભિકતાનો અને

રજપૂતના પ્રેમનો એ અનોખો પૂરાવો છે, અને એ જ કારણે એ

માણવાલાયક આસ્વાદ્ય કૃતિ છે.

Sunday, October 13, 2013

ગુજરાતી ભાષાસૌંદર્ય (ઈ-પુસ્તક) ડાઉનલોડ કરો

સમાવિષ્ટ મુદ્દા :
(૧) ગુજરાતી ભાષા
અ - ભાષા અને વાણી
બ - ભાષા અને બોલી 
(૨) ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો
અ - ગુજરાતીમાં જોડણી વ્યવસ્થા
બ – જોડણી અંગે વિશેષ
(૩) અનુસ્વાર
(૪) શબ્દ ઘડતર
(૫) ગુજરાતી સમાસ રચનાઓ
અ - દ્વિરુક્ત પ્રયોગો
(૬) સંધિ
(૭) ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ
અ – સ્વીકૃત શબ્દો
બ – સમાનાર્થી શબ્દો
ક – અનેકાર્થી શબ્દો
ડ – વિવિધાર્થી શબ્દો
ઈ – શબ્દ સમૂહ માટે એક શબ્દ
(૮) વિરામચિહ્નો
(૯) વાક્યરચનામાં પદક્રમ
(૧૦) ગુજરાતી વાક્યરચનામાં પદસંવાદ
(૧૧) ઘટકો ભેગાં – જુદાં લખવા અંગે
(૧૨) કહેવતો
(૧૩) રૂઢિપ્રયોગો
http://www.edusafar.com/2013/10/gujarati-bhasha-saundary-e-gujarati.html

Sunday, September 1, 2013

ઈન્ટરનેટ પરનું ગુજરાતી સાહિત્ય

[1] Readgujarati.com ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ, હાસ્ય-લેખ, કાવ્ય, ગઝલ, બાળસાહિત્ય, લઘુકથા, વિજ્ઞાનકથા સહિત વિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યનો રસથાળ. રોજેરોજ પ્રકાશિત થતી બે કૃતિઓ સાથે 3000થી વધુ લેખોનો સંગ્રહ.
[2] Tahuko.com ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલ તેમજ કાવ્યનો સમન્વય. મનગમતા ગીતો સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. 300 થી વધુ કવિઓ, 75થી વધુ સંગીતકારોની 1500થી વધુ કૃતિઓ.
[3] Layastaro.com રોજેરોજ કવિતા, કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાન કરાવતી વેબસાઈટ. સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ.
[4] Aksharnaad.com ચૂંટેલા સાહિત્ય-લેખો, વાર્તાઓ, ગીરના પ્રવાસવર્ણનો, પુસ્તક સમીક્ષા તેમજ અનુવાદીત કૃતિઓ સહિત પ્રાર્થના-ગરબા-ભજનનું મનનીય સંપાદન.
[5] Gujaratilexicon.com આશરે 25 લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન ગુજરાતી શબ્દકોષ. ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુવિધા. ગુજરાતી જોડણી તપાસવા સહિત વિવિધ પ્રકારની અન્ય ઉપયોગી સુવિધાઓ.
[6] Bhagwadgomandal.com ૨.૮૧ લાખ શબ્દો અને ૮.૨૨ લાખ અર્થોને સમાવિષ્ટ કરતો ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક સીમાસ્તંભરૂપ જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો. ડિજિટલરૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમ દ્વારા ઉપલબ્ધ. સંપૂર્ણ રીતે યુનિકોડમાં ઓનલાઈન નિ:શુલ્ક ઉપલબ્ધ.
[7] Vmtailor.com ડૉ. વિવેક ટેલરના સ્વરચિત કાવ્યોની સૌપ્રથમ બ્લોગ પ્રકારની વેબસાઈટ. સુંદર ગઝલો, ગીતો, હાઈકુ અને કાવ્યો. સચિત્ર ગઝલો સાથે પ્રત્યેક સપ્તાહે એક નવી કૃતિનું આચમન.
[8] Vicharo.com વ્યાખ્યાતા શ્રી કલ્પેશ સોનીના સ્વરચિત ચિંતનલેખોનું સરનામું. એ સાથે કવિતા, ગીત, જીવનપ્રસંગ અને હાસ્યલેખનો સમાવેશ. દર સપ્તાહે એક નવી કૃતિનું પ્રકાશન.
[9] Mitixa.com કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો, ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો, ફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.
[10] sheetalsangeet.com ઈન્ટરનેટ પર 24 કલાક પ્રસારીત થતો ગુજરાતી રેડિયો.
[11] Rankaar.com પ્રાચીન-અર્વાચીન ગીતો, ગઝલો, કાવ્ય, ભજન, બાળગીતો, લગ્નગીત, સ્તુતિ, હાલરડાં સહિત નિયમિત પ્રકાશિત થતી સંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.
[12] Urmisaagar.com સ્વરચિત ઊર્મિકાવ્યો તેમજ ગુજરાતી સાહિત્યના કેટલાક ચૂંટેલા કાવ્યો,ગઝલોનું સંપાદન.
[13] Cybersafar.com કોલમિસ્ટ શ્રી હિમાંશુ કિકાણીની ટેકનોલોજીના વિષયોને સરળ ભાષામાં સમજાવતી વેબસાઈટ.
[14] Saurabh-shah.com જાણીતા પત્રકાર-લેખક શ્રી સૌરભ શાહની વેબસાઈટ.
[15] Jhaverchandmeghani.com રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની વેબસાઈટ.
[16] Anand-ashram.com સંતવાણી અને સંતસાહિત્ય ક્ષેત્રે કાર્ય કરનાર ડૉ. નિરંજન રાજ્યગુરુની વેબસાઈટ.
[17] Adilmansuri.com કવિ શ્રી આદિલ મન્સૂરીની વેબસાઈટ.
[18] Rajendrashukla.com જાણીતા કવિ-ગઝલકાર શ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઈટ.
[19] Manojkhanderia.com કવિશ્રી મનોજ ખંડેરિયાની વેબસાઈટ.
[20] Pannanaik.com કવિયત્રી પન્ના નાયકની વેબસાઈટ.
[21] Rameshparekh.in કવિશ્રી રમેશ પારેખની વેબસાઈટ.
[22] Harilalupadhyay.org સાહિત્યકાર શ્રી હરિલાલ ઉપાધ્યાયની વેબસાઈટ.
[23] Gujaratisahityaparishad.org ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ.
[24] Nirmishthaker.com સુપ્રસિદ્ધ કવિ, કાર્ટૂનિસ્ટ અને હાસ્યલેખક શ્રી નિર્મિશ ઠાકરની વેબસાઈટ.
[25] Vicharvalonu.com જાણીતા સામાયિક ‘વિચારવલોણું’ની વેબસાઈટ. એકાંતરે સામાયિક અને પુસ્તિકાનું પ્રકાશન અને તેને ડાઉનલોડ કરવાની સુવિધા. અગાઉ પ્રકાશિત થયેલી પુસ્તિકાની યાદી. ઓનલાઈન ઑર્ડર મૂકવાની સુવિધા.
[26] Uddesh.org સાહિત્ય અને જીવન વિચારના સામાયિક ‘ઉદ્દેશ’ની વેબસાઈટ. અગાઉ પ્રકાશિત થયેલા અંકો વાંચવાની સુવિધા. નવા પ્રકાશિત થયેલા પુસ્તકોની માહિતી. તાજા અંકમાંથી કેટલાક અંશો માણવાની સુવિધા.
[27] Gujblog.feedcluster.com ત્રણસોથી વધુ ગુજરાતી બ્લોગમાં પ્રકાશિત થતી કૃતિઓ એક જ સ્થાનેથી માણી શકાય તેવી સુવિધા.
[28] Gu.wordpress.com ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવવા માટેની સુવિધા.
[29] Bhashaindia.com ગુજરાતીમાં ટાઈપ કરવા માટેનું સોફટવેર અહીંથી ડાઉનલોડ કરી શકાય છે. તદુપરાંત અન્ય ભારતીય ભાષાના સોફટવેર તેમજ તેને કોમ્પ્યુટરમાં કાર્યાન્વિત કરવાની તમામ માહિતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
[30] Vishalon.net ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવવા માટે તેમજ કોમ્પ્યુટરમાં ગુજરાતી લખવા માટેના અન્ય જરૂરી સોફટવેર ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ.
[શબ્દસૃષ્ટિ ‘દીપોત્સવી વિશેષાંક’ ઑક્ટોબર-નવેમ્બર:2010. કુલ પાન : 208. આ અંકની છૂટક કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : ગુજરાત સાહિત્ય અકાદમી. અભિલેખાગાર, ગુલાબઉદ્યાન પાસે, સેકટર-17. ગાંધીનગર-382017. ફોન : +91 79 23256798.]